Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ઝાંજરડા રોડ પર ભૂગર્ભ ગટરની કામગીરીમાં ઢાંકણાનું રોડ સાથે લેવલ નહીં જળવાતા લોકોમાં રોષ...

જુનાગઢ શહેરના ઝાંજરડા રોડ પર ચાલી રહેલ ભૂગર્ભ ગટરની કામગીરી યોગ્ય રીતે નહીં થતાં લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

X

જુનાગઢ શહેરના ઝાંજરડા રોડ પર ચાલી રહેલ ભૂગર્ભ ગટરની કામગીરી યોગ્ય રીતે નહીં થતાં લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

જુનાગઢ શહેરના ઝાંજરડા રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. જોકે, આ કામગીરી દરમ્યાન ગટરના ઢાંકણાનું રોડ સાથે લેવલ યોગ્ય રીતે નહીં થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે. જુનાગઢ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખની આગેવાનીમાં વેપારીઓ-દુકાનદારો સહિત સ્થાનિકોએ રસ્તા પર ઉતરી આવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જોકે, 3 દિવસ પૂર્વે એક યુવાન ગટરના ઢાંકણા સાથે અથડાતા અકસ્માત થયો હતો. બાદમાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજ્યું હતું, ત્યારે સત્વરે ઢાંકણાનું રોડ સાથે લેવલ કરવામાં આવે તેવી માંગ સાથે તંત્રને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.

Next Story