જુનાગઢ જિલ્લાના માલણકા-ગીર ખાતે આજથી પ્રદેશ ભાજપની પ્રશિક્ષણ વર્ગની બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્રણ દિવસ ચાલનારી આ બેઠકના પ્રથમ સત્રમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રશિક્ષણ બેઠકમાં ભાજપના અપેક્ષિત 187 હોદીદારોને સ્થાન આપવામાં આવ્યું છે. આગામી 3 દિવસોમાં કુલ 14 જેટલા સત્ર યોજાશે. જેમાં ભાજપના શીર્ષ નેતાઓ પણ હાજરી આપશે. આ પ્રશિક્ષણ સત્રના સમાપનમાં વી.એલ.સંતોષ હાજરી આપશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રથમ સત્રમાં સરકારે કરેલા વિવિધ વિકાસના કામોથી ભાજપના આગેવાનોને માહિતગાર કર્યા હતા. ઉપરાંત આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠક જીતવાની રણનીતિ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રશિક્ષણ વર્ગને લઇને ભાજપના હોદેદારો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર આયોજન અંગે પ્રદેશ ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ મીડિયાને માહિતી આપી હતી.
જુનાગઢ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ...
જુનાગઢ જિલ્લાના માલણકા-ગીર ખાતે આજથી પ્રદેશ ભાજપની પ્રશિક્ષણ વર્ગની બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
New Update