જુનાગઢ : વંથલી પંથકમાં ભારે પવન સાથે માવઠું વરસતા આંબા પરથી કેરીઓ ખરી પડી, ખેડૂતોને મોટું નુકશાન

જિલ્લાના વંથલી પંથકમાં ગતરોજ ભારે પવન ફૂંકાતા કેસર કેરીના પાકને મોટું નુકશાન પહોચતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

જુનાગઢ : વંથલી પંથકમાં ભારે પવન સાથે માવઠું વરસતા આંબા પરથી કેરીઓ ખરી પડી, ખેડૂતોને મોટું નુકશાન
New Update

જુનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં ગતરોજ ભારે પવન ફૂંકાતા કેસર કેરીના પાકને મોટું નુકશાન પહોચતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, ત્યારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામ સહિત આસપાસના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો હતો. જેથી કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. તો બીજી તરફ, સરકાર દ્વારા ખેડૂતોને સહાય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જોકે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું હોવાનો ખેડૂતોનો દાવો માવઠા પૂર્વેથી જ હતો. તેવામાં કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતોની આ વર્ષે માવઠા પૂર્વેથી જ કફોડી હાલત બની છે.

#Gujarat #CGNews #Junagadh #farmers #mangoes #Vanthali #fell #heavy rains #huge loss
Here are a few more articles:
Read the Next Article