જુનાગઢ :ઋતુજન્ય બીમારીમાં વધારો,સિવિલ હોસ્પિટલ ખાતે બે માસમાં શરદી, ઉધરસ,તાવના 290 કેસ નોંધાયા

ડિસેમ્બર,જાન્યુઆરી માસમાં સિવિલ હોસ્પિટલ ખાતે 290 કેસ શરદી,ઉધરસ અને તાવના દર્દીઓ નોંધાયા છે.તેમજ ઝાડા-ઉલટીના 150 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. છેલ્લા બે માસમાં ડેન્ગ્યુના 24 અને ટાઈફોડના 23 કેસ નોંધાવા પામ્યા

New Update
  • મિશ્ર ઋતુના પરિણામે બીમારીમાં વધારો

  • શરદી,ઉધરસ,તાવના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ

  • સિવિલ હોસ્પિટલમાં બે મહિનામાં નોંધાયા 290 દર્દી

  • ઝાડા ઉલ્ટીના 150 દર્દીઓએ લીધી સારવાર

  • ડેન્ગ્યુ અને ટાઇફોડના દર્દીઓમાં પણ થયો વધારો

Advertisment

જૂનાગઢમાં ઋતુજન્ય બીમારીએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે,જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં બે માસમાં શરદી ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે,અને અત્યાર સુધીમાં 290 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

જૂનાગઢમાં મિશ્ર ઋતુના પરિણામે શરદી,ઉધરસ,તાવ તેમજ ઝાડા-ઉલટીના કેસોમાં વધારો જોવા મળ્યો છે.સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે માહિતી આપતા જણાવ્યું કે ડિસેમ્બર,જાન્યુઆરી માસમાં સિવિલ હોસ્પિટલ ખાતે 290 કેસ શરદી,ઉધરસ અને તાવના દર્દીઓ નોંધાયા છે.તેમજ ઝાડા-ઉલટીના 150 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. છેલ્લા બે માસમાં ડેન્ગ્યુના 24 અને ટાઈફોડના 23 કેસ નોંધાવા પામ્યા છે.

મિશ્ર ઋતુને લઈને લોકોએ સાવચેત રહીને શરદી,ઉધરસ,તાવાનાં લક્ષણો  જણાય તો તબીબનો સંપર્ક કરી યોગ્ય સારવાર કરાવવી જોઈએ,તેમજ નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું અને હૃદયરોગ ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ મુજબ સારવાર ચાલુ રાખવી માટેની સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Latest Stories