New Update
જૂનાગઢનું અનોખું દંપત્તી
પક્ષીઓ સાથે ધરાવે છે અનોખી દોસ્તી
પક્ષીઓ માટે બનાવ્યું આશ્રય સ્થાન
પોતાની જમીનનો એક ભાગ પક્ષીઓ માટે ફાળવ્યો
રોજના હજારો પક્ષી બને છે મહેમાન
માણસ એ કુદરતની રચનાનો હિસ્સો છે. કુદરત સાથે મિત્રતા કેળવી તેને જીવવાનું છે પણ માણસ આ લય ચૂકી ગયો છે જો કે કેટલાક લોકો આમાં અપવાદ હોય છે. જુનાગઢનું એક દંપતી આવો જ એક અપવાદ છે, જે કુદરતના ક્રમને અનુસરીને જીવી રહ્યું છે.જોઈએ આ વિશેષ અહેવાલમાં
ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદના એક દંપતીની પક્ષીઓ સાથે લગભગ અઢી દાયકા જૂની દોસ્તી છે. હરસુખભાઈ અને રમાબેને આ દોસ્તીના દાવે તેમની જમીનના એક ભાગમાં પક્ષીઓ માટે આશ્રયસ્થાન બનાવ્યું છે, જેની દરરોજ હજારો પક્ષીઓ મુલાકાત લે છે. આ દંપતી તેમનો હોંશભેર આતિથ્ય સત્કાર કરે છે.
આ અંગે પ્રકૃતિપ્રેમી હર્ષદભાઈએ જણાવ્યુ હતું કે "મારી પાસે 10 એકર જમીન છે જેનો હું પક્ષીઓ માટે ઉપયોગ કરું છું. મારી કમાણીમાંથી મેં તેમની સંભાળ રાખવા માટે 1-2 લાખ રૂપિયા અલગ રાખ્યા છે. અહીં 1,500 માદા પોપટ અને 7,000 - 8,000 નર પોપટ અને કબૂતર છે.આ દ્રશ્યો નિહાળી મને ખુબ જ ખુશી થાય છે
અઢી દાયકાની આ સફરના અંતે તેમની અને પશ્રીઓ વચ્ચે જાણે કે અતૂટ નાતો બંધાયો છે ત્યારે રમાબહેન ડોબારીયાએ જણાવ્યું હતું કે આ પોપટ છેલ્લા 27 વર્ષથી અહીં આવે છે, લગભગ 10,000 પોપટ અમારી મુલાકાતે આવ્યા છે તેઓ માટે ખાવા સહિતની વ્યવસ્થા અહીં ઉભી કરવામાં આવી છે
યંત્રોથી ઘેરાયેલો મનુષ્ય આજે કુદરતથી દુર જઈ રહ્યો છે, ત્યારે કુદરતના એક અંગ એવા પક્ષીઓને પોતાના આંગણે આવકારતું આ દંપતી આપણને મનુષ્ય-કુદરત વચ્ચે તાલમેલ સાધવાની શીખામણ આપે છે..
Latest Stories