જૂનાગઢ : કોટેચા પરિવારનો અનોખો સેવાયજ્ઞ,લક્ષ્મી સ્વરૂપા 21 હજાર બાળાઓને ભોજન પ્રસાદી જમાડીને ભેટ આપી સન્માનિત કરી

છેલ્લા 20 વર્ષથી શહેરની 200 તેમજ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની 42 ગરબી મંડળની બાળાઓને દર વર્ષે કોટેચા પરિવારના આંગણે પૂજન,ભોજન પ્રસાદ અને ભેટ આપીને સન્માનિત કરવામાં આવે છે.

New Update
  • કોટેચા પરિવારનો સેવાયજ્ઞ

  • 20 વર્ષથી ધબકતી પરંપરા

  • 21 હજાર બાળાઓનું કર્યું પૂજન

  • ભોજન પ્રસાદી અને ભેટ કરી અર્પણ

  • લક્ષ્મી સ્વરૂપ બાળાને કરી સન્માનિત   

જુનાગઢમાં કોટેચા પરિવારના આંગણે છેલ્લા 20 વર્ષથી અનોખો સેવાયજ્ઞ કરવામાં આવે છે,જે સેવાકીય જ્યોત આજે પણ પ્રજ્વલિત રાખવામાં આવી છે.અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની ગરબી મંડળની 21 હજાર બાળાઓને ભોજન પ્રસાદ જમાડીને ભેટ આપી સન્માનિત કરવામાં આવી હતી.

જુનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા પરિવાર દ્વારા છેલ્લા 20 વર્ષથી શહેરની 200 તેમજ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની 42 ગરબી મંડળની બાળાઓને દર વર્ષે કોટેચા પરિવારના આંગણે પૂજન,ભોજન પ્રસાદ અને ભેટ આપીને સન્માનિત કરવામાં આવે છે. બે દાયકાથી ચાલતી આ પરંપરામાં ત્રણ દિવસ સુધી 21 હજાર જેટલી બાળાઓનું પૂજન કરી ભોજન પ્રસાદ જમાડીને આકર્ષક ભેટ આપી સન્માનિત કરાઈ હતી.

આ દીકરીઓને પ્રસંગ દરમિયાન 50 જેટલી બસો દ્વારા દરેક બાળાઓને તેડવા મુકવાની વ્યવસ્થા વિનામૂલ્યે કોટેચા પરિવાર દ્વારા કરવામાં આવે છે,જે છેલ્લા 20 વર્ષથી આ પરંપરા કોટેચા પરિવારના આંગણે જાળવી રાખવામાં આવી છે.

Latest Stories