જુનાગઢ : વિધિવત રીતે શરૂ થતી "લીલી પરિક્રમા"ના પ્રારંભ પહેલા જ લાખો યાત્રાળુ ઉમટ્યા, પરિક્રમાનો મુખ્ય દ્વાર ખોલાયો.

જુનાગઢમાં ગિરનારના જંગલમાં યોજાતી લીલી પરિક્રમા વિધિવત રીતે દેવ દિવાળીની મોડી રાત્રેથી શરૂ કરવામાં આવશે.

New Update
જુનાગઢ : વિધિવત રીતે શરૂ થતી "લીલી પરિક્રમા"ના પ્રારંભ પહેલા જ લાખો યાત્રાળુ ઉમટ્યા, પરિક્રમાનો મુખ્ય દ્વાર ખોલાયો.

જુનાગઢમાં ગિરનારના જંગલમાં યોજાતી લીલી પરિક્રમા વિધિવત રીતે દેવ દિવાળીની મોડી રાત્રેથી શરૂ કરવામાં આવશે. જોકે, આ પહેલાં જ 1 લાખથી વધુ યાત્રાળુઓ ભવનાથ ખાતે આવી પહોચતા પરિક્રમાનો દ્વાર ખોલવાની તંત્રને ફરજ પડી હતી.

જુનાગઢમાં ગિરનારના જંગલમાં વર્ષોથી યોજાતી લીલી પરિક્રમાનો આમ તો દેવ દિવાળીની મોડી રાતથી સાધુ સંતો અને તંત્રના સહયોગથી પ્રારંભ થતો હોય છે. પરંતુ કોરોનાના કપરા સમય ગયા બાદ લોકોને પ્રકૃતિનો આનંદ માણવા માટે હવે કોઈ ડર નથી. જેને લઇ પરિક્રમામાં લોકોની ભીડ વધતી જાય છે, ત્યારે ભવનાથ ખાતે લોકોનો અવિરત પ્રવાહ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમા આ વર્ષે દેવ દિવાળીની મોડી રાત્રેથી વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવશે. સમયના બદલાવ સાથે પ્રકૃતિનો આનંદ માણવા માટે યુવાનો પણ લાખોની સંખ્યામાં પરિક્રમામાં આવે છે. તો તંત્ર દ્વારા વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે હજુ તો માત્ર પરિક્રમાને એક દિવસ બાકી છે, ત્યારે જ લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવવાના શરૂ થઈ ગયા છે. આ વર્ષે પરિક્રમામાં 15 લાખથી વધુ યાત્રાળુ આવવાની સંભાવના દર્શાવાઈ રહી છે, ત્યારે યાત્રાળુઓના સતત વધતા પ્રવાહને ધ્યાને રાખી યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને જંગલ તરફ વધુ ભીડ ન થાય તે બાબતને ધ્યાનમાં લઈ 1 લાખથી વધુ યાત્રાળુઓ ભવનાથ ખાતે આવી પહોંચતા તંત્ર દ્વારા પરિક્રમા રૂટ પરનો પ્રવેશ દ્વાર ખોલવામાં આવ્યો હતો. આ બાબતે પરિક્રમામાં આવનાર યાત્રાળુઓએ પણ તંત્રનો આભાર માન્યો હતો.

Latest Stories