જુનાગઢ : દોલતપરામાંથી એમડી ડ્રગ્સના લાખોની કિંમતના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત બનાવ બન્યો ક્રાઇમ બ્રાન્ચે 23 લાખ ઉપરાંતનો ડ્રગ્સ ઝડપયો રેકેટમાં હજુ બીજા લોકો જોડાયેલા હોવાનું બહાર આવ્યું

New Update
જુનાગઢ : દોલતપરામાંથી એમડી ડ્રગ્સના લાખોની કિંમતના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે શહેરના દોલતપરા વિસ્તાર માંથી મેફેડ્રોન ડ્રગ્સના લાખોની કિંમતના જથ્થા સાથે ઍક શખ્સને ઝડપી લઇને મોટી સફળતા પ્રાપ્ત કરી

Advertisment

જૂનાગઢના ઇતિહાસમાં સૌપ્રથમ વખત લાખોની કિંમતનો ડ્રગ્સ ઝડપાયો છે ત્યારે પોલીસને મોટી સફળતા મળી છે. જૂનાગઢના દોલતપુરા વિસ્તારમાંથી પોલીસે ૨૩ લાખના ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.હરેશ વદર નામના શખ્સ પાસેથી ૨૩૩.૭૮ ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી તેમની પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે.. આ શખ્સ ડ્રગ્સ રેકેટ છેલ્લા એક વર્ષથી ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યુ હતું, આખરે તે ક્યાંથી ડ્રગ્સ લાવી રહ્યો હતો અને કોને કોને તે સપ્લાય કરી રહ્યો હતો તે વિશે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પોલીસે ડ્રગ્સ સપ્લાય કરનાર સુરતના સત્યેન્દ્ર ઉર્ફે અજય સામે પણ ફરિયાદ નોંધી છે.હજુ આ રેકેટમાં અન્ય કેટલાક લોકો પણ સંડોવાયેલા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

Advertisment