જૂનાગઢ : આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગ બાળકોએ દિવાળી પર્વ માટે 40 હજાર રંગબેરંગી દીવડાનું ત્પાદન કરીને વેચાણ શરૂ કર્યું

જુનાગઢમાં આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગોએ દિવાળી પર્વ માટે 40 હજાર રંગબેરંગી દિવડાનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું છે.અને આ બાળકો આત્મનિર્ભર બન્યા છે.

New Update
  • આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટનો સ્તુત્ય પ્રયાસ

  • મનોદિવ્યાંગો માટે ટ્રસ્ટ બન્યું આશાનું કિરણ

  • મનોદિવ્યાંગોને બનાવ્યા આત્મનિર્ભર

  • 40 હજાર જેટલા દિવાળીના દીવડાનું કર્યું ઉત્પાદન

  • ગુજરાતના ડોકટરોને દીવડાની આપવામાં આવશે ભેટ  

જુનાગઢમાં આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગોએ દિવાળી પર્વ માટે 40 હજાર રંગબેરંગી દિવડાનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું છે.અને આ બાળકો આત્મનિર્ભર બન્યા છે.

જૂનાગઢના આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદ ચોકમાં રેડક્રોસ ખાતે છેલ્લા 21 વર્ષથી માનસિક ક્ષતિગ્રસ્ત અને મનોરોગીઓને નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે સામાજિકમાનસિકઅને વ્યવસાયિક તાલીમ આપી સમાજમાં પુનઃ સ્થાપિત કરવાની કામગીરી કરવામાં આવે છેઆગામી દિવસોમાં દિવાળીનું પર્વ આવી રહ્યું છે ત્યારે આ સંસ્થાના ભાઈઓ અને બહેનો કે જે મનોરોગીઓ અને માનસિક રીતે ક્ષતિગ્રસ્ત છે તેમણે ઇન્ટાસ ફાર્મા કંપની અમદાવાદ દ્વારા ડોક્ટર બકુલ બુચના સાથ સહકારથી કુલ 40 હજાર જેટલા દીવડા બનાવવાનો ઓર્ડર મળતા અહીં દિવ્યાંગો હોંશે હોંશે દીવડા બનાવવામાં વ્યસ્ત બન્યા છેકોઈ કલર કરે તો કોઈ જરી ભરેમીણ ભરે તો કોઈ વાટ ભરેઆ તમામ દીવડાઓ ગુજરાતના તમામ ડોકટરોને ભેટ આપવામાં આવશે.

આ સિવાય દિવ્યાંગો દ્વારા વિવિધ મસાલારાખડીફીનાઇલક્લિનિંગ સહિત ગૃહ ઉદ્યોગની વિવિધ વસ્તુઓ બનાવી વેચાણ પણ કરે છે અને સારો એવો નફો પણ મેળવી પગભર બન્યા છેદિવાળીના દીવડાના વેચાણમાં થયેલ તમામ આવક દિવ્યાંગોને કામના પ્રમાણમાં વળતર ચુકવવામાં આવે છેજેથી દિવ્યાંગો પગભર બની શકેઆ પ્રોજેકટને પૂર્ણ કરવા ડો. બકુલ બુચપૂર્ણિબેન હેડાવેપૂનમબેન તેમજ પ્રોજેક્ટ ઇન્ચાર્જ રમેશભાઈ સહિતનાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Latest Stories