Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : માતાએ ન્હાવા જવાનું કહેતા 5 વર્ષીય બાળક કારમા સંતાયો, ગૂંગળાઇ જવાથી બાળકનું મોત...

બાળકને ન્હાવાનું ગમતું ન હોવાના કારણે તે કારખાનામાં પડેલી એક કારમાં જઇને સંતાઇ ગયો હતો....

X

જુનાગઢ જિલ્લામાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માતાએ 5 વર્ષીય બાળકને ન્હાવા જવાનું કહેતા બાળક કારમાં સંતાઇ ગયો હતો. જે બાદ બાળકનું કારમાં ગૂંગળાઇ જવાથી મોત થયું હતું, ત્યારે હાલ તો પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માઇટી અનુસાર, જુનાગઢ GIDCના કારખાનામાં કામ કરતા પરિવારમાં આ દર્દનાક દુર્ઘટના સર્જાઇ છે. જુનાગઢના GIDC વિસ્તારમાં રહીને પરપ્રાંતિય પરિવાર એક કારખાનામાં કામ કરે છે. જેમાં માતાએ તેના 5 વર્ષીય બાળકને ન્હાવા જવાનું કહ્યું હતું.

પરંતુ બાળકને ન્હાવાનું ગમતું ન હોવાના કારણે તે કારખાનામાં પડેલી એક કારમાં જઇને સંતાઇ ગયો હતો. કારમાં અંદર જતાની સાથે દરવાજો બંધ થઇ ગયો હતો. જેથી આ બાળક હવે કારની બહાર આવી શકતો ન હતો. તો બીજી તરફ, ઘણાં સમયથી આ બાળક નજરે નહીં પડતાં તેનો પરિવાર તેને શોધી રહ્યો હતો. આ પરિવાર તેને શોધતા શોધતા કારખાનામાં પડેલી એક કાર પાસે આવ્યો હતો, અને તેઓએ બાળકને કારમાં જોયો હતો. જોકે, આ કારનો દરવાજો બંધ થઇ જવાના કારણે બાળક કારની અંદર જ ગૂંગળાઇ ગયો હતો. 5 વર્ષીય બાળકનું ગૂંગળાઇ જવાને કારણે કારમાં જ મોત નીપજ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story