જુનાગઢ : મહિલા હેડ કોન્સ્ટેબલના માતા-પિતાની ઘાતકી હત્યા, લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન

વંથલીના સેંદરડા વાડીમાં પતિ-પત્નીની ઘાતકી હત્યા લૂંટના ઇરાદે હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન

New Update
જુનાગઢ : મહિલા હેડ કોન્સ્ટેબલના માતા-પિતાની ઘાતકી હત્યા, લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેંદરડા વાડી વિસ્તારમાં રહેતા પતિ-પત્નીની હત્યા કરી નાખવામાં આવતા સનસનાટી મચી છે. બનાવની જાણ થતા જ ઇન્ચાર્જ એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક જુનાગઢ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલના માતા-પિતા હોવાનું બહાર આવ્યું છે.

જુનાગઢના વંથલી તાલુકાના સેદરડા વાડી વિસ્તારમાં રહેતા દંપત્તિની રાજા જીલરિયા અને તેમના પત્ની જુલુ જીલરિયાની અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ ઇન્ચાર્જ એસપી પ્રદિપસિંહ જાડેજા અને ડીવાયએસપી જે.બી.ગઢવી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, મૃતકના પુત્રી જુનાગઢ મહિલા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે, ત્યારે લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાડ્યું છે. વંથલી પોલીસે ડબલ મર્ડરની આ ઘટનામાં ગુન્હો નોંધી આરોપીઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories