Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાં ભવનાથના સાધુ-સંતોએ હાથ ધર્યું સફાઈ અભિયાન...

જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ ભવનાથના સાધુ-સંતોએ પરિક્રમાના રૂટ તેમજ ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરી લોકોમાં સ્વચ્છતાનો સંદેશ પાઠવી જાગૃતિ લાવી હતી.

X

જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ ભવનાથના સાધુ-સંતોએ પરિક્રમાના રૂટ તેમજ ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરી લોકોમાં સ્વચ્છતાનો સંદેશ પાઠવી જાગૃતિ લાવી હતી.

જુનાગઢની તળેટી ભવનાથમાં હાલમાં ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થઈ છે, ત્યારે હવે લીલી પરિકરમાં પૂર્ણ થયા બાદ ભવનાથ વિસ્તાર તેમજ પરિક્રમાના તમામ રૂટ અને જંગલ વિસ્તારમાં ભવનાથના સાધુ-સંતોએ સફાઈ અભિયાન અંતર્ગત સાફ-સફાઈ કરી હતી. જેમાં મહંત હરિગીરીજી મહારાજ, મહેન્દ્રગીરી બાપુ, મહંત ઇન્દ્રભારતી બાપુ, જિલ્લા કલેકટર, મેયર, કમિશ્નર, જિલ્લા પોલીસ વડા અને વન-વિભાગના અધિકારીઓ જોડાયા હતા. સાધુ-સંતોએ ભવનાથ મંદિર વિસ્તાર તેમજ જંગલમાં ઇટવા ગેટ થઈ જીણા બાવાની મઢી ખાતે સાફ-સફાઈ અભિયાન કરી સ્વચ્છતાનો સંદેશ પાઠવી જાગૃતિ લાવી હતી.

Next Story