જુનાગઢ : ફ્લેટમાં ચાલતા કોલસેન્ટર પર પોલીસના દરોડા, યુવક-યુવતીઓ સહિત રૂ. 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત

આરોપીઓ કસ્ટમરે મંગાવેલી વસ્તુ પરત કરવા માટે અથવા તો ઓર્ડર કેન્સલ કરવાના નામે કસ્ટરમ સાથે છેતરપિંડી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

જુનાગઢ : ફ્લેટમાં ચાલતા કોલસેન્ટર પર પોલીસના દરોડા, યુવક-યુવતીઓ સહિત રૂ. 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત
New Update

ફ્લેટમાં ગેરકાયદેસર રીતે ધમધમતા કોલ સેન્ટરનો પર્દાફાશ

10 યુવક-યુવતીઓ અને કોલસેન્ટર માટેની સામગ્રી જપ્ત

રૂ. 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ આદરી

જુનાગઢ શહેરમાં એક ફ્લેટમાં ગેરકાયદેસર રીતે ધમધમતા કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં 10 યુવક-યુવતીઓ અને કોલસેન્ટર માટેની સામગ્રી સાથે રૂ. 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના શખ્સો દ્વારા જુનાગઢના આલ્ફા સ્કૂલ નજીક આવેલા ઈસાન એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ રાખવામાં આવ્યો હતો. જેમાં પરપ્રાંતના યુવક-યુવતીઓને પગાર પર રાખવામાં આવ્યા હતા. આ લોકો એમેઝોન અને પેપલ એપ્લીકેશન પરથી ડેટા મેળવી કસ્ટરમના નંબર મેળવતા હતા. ત્યારબાદ કસ્ટમરને કોલ કરતા હતા. આરોપીઓ કસ્ટમરે મંગાવેલી વસ્તુ પરત કરવા માટે અથવા તો ઓર્ડર કેન્સલ કરવાના નામે કસ્ટરમ સાથે છેતરપિંડી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સમગ્ર મામલે જુનાગઢ પોલીસે દરોડો પાડતા ફ્લેટ પરથી રોકડ 3 લાખ રૂપિયા, 1 લેપટોપ, 2 આઇપેડ, 10 મોબાઇલ ફોન, 7 રાઉટ૨, 5 ઇલેક્ટ્રીક બોર્ડ, 3 હેડફોન, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, વિવિધ બેન્કના ATM કાર્ડ, ભાડા કરા૨ વગેરે મળી કુલ 8.50 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇટ :

હર્ષદ મહેતા –એસપી, જુનાગઢ

#Junagadh #GujaratConnect #Junagadha Samachar #Junagadh Police #કોલસેન્ટર #Junagadh Call Center #Illegal Call Center #Call Center Police Raid
Here are a few more articles:
Read the Next Article