Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : પગથિયા વિના ગિરનારની શિલા પર ચઢવામાં માહિર "પ્રેમ કાછડીયા"

જુનાગઢમાં આવેલો ગિરનાર પર્વત પર અવરોહણ કરવું સૌ કોઇના ગજાની વાત નથી પણ હાલમાં એક વ્યકતિનો વિડીયો ખુબ વાયરલ થઇ રહયો છે.

X

જુનાગઢમાં આવેલો ગિરનાર પર્વત પર અવરોહણ કરવું સૌ કોઇના ગજાની વાત નથી પણ હાલમાં એક વ્યકતિનો વિડીયો ખુબ વાયરલ થઇ રહયો છે. સ્પાઇડર મેનના નામથી વાયરલ થયેલો વિડીયો સાચા અર્થમાં ડર કે આગે જીત હૈની ઉકિતને સાર્થક કરી રહયાં છે.

આ ગિરનાર નો વિડીયો છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં મચાવી રહ્યો છે ધુમ ... ગિરનાર પર્વત ઉપર આવેલા ભૈરવ જપ નામની જગ્યા નો આ વીડિયો છે... આ જગ્યા એવી છે કે, જ્યાં જવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. કારણકે અહીં પગથિયાં પણ નથી... પર્વતની શિલાઓમાં પર પગ મૂકીને ચડવું પડે છે અને આ વીડિયોમાં યુવાન ચડતો દેખાય છે તે છે પ્રેમ કાછડીયા..જે જૂનાગઢના વડાલ ગામ નો રહેવાસી છે.... 3000 ફૂટની ઊંચાઈએ પગથિયા વગર સીધા પથ્થરની શીલાઓ પર સડસડાટ ચડી ને ભૈરવ જપની જગ્યા ના દર્શન કરવા પહોંચેલો યુવાન છેલ્લા ૨૦ વર્ષથી અહીં દર્શન કરવા જાય છે અને અહીંની જગ્યાની સેવા ચાકરી પણ કરે છે..

ગિરનાર ઉપર અસંખ્ય જગ્યાઓથી લોકો અજાણ છે અને આ જગ્યા પ્રચલિત પણ નથી થઈ પરંતુ સોશિયલ મીડિયામાં બે દિવસથી વાયરલ થયેલા વીડિયોએ ભૈરવ જપ નામની જગ્યા ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય બની ગઈ છે. છેલ્લા ૨૦ વર્ષથી આ યુવાન તેમના ગુરુ બ્રહ્મદાસ બાપુ સાથે આવે છે જે આ જગ્યાના મહંત છે. પ્રેમ કાછડીયાના પગમાં અકસ્માત થવાને લીધે થોડીક ખોટ દેખાઈ રહી છે પરંતુ તેમના આત્મવિશ્વાસને જોઈને ગિરનાર પણ ગર્વ અનુભવે છે.

Next Story