/connect-gujarat/media/post_banners/1dd0b5743aff9e45f7406a81f1691d12a4cd25053de09e96e9f745e29ce27c7b.jpg)
જુનાગઢ જિલ્લાના વિસાવદર ધારી બાયપાસમાં યાત્રિકો ભરેલ ખાનગી બસ પાણીમાં ફસતા દોડધામ મચી જવા પામી હતી. પાણી વચ્ચે ફસાયેલ મુસાફરોને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા
સોરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદ વરસી રહયો છે ત્યારે જુનાગઢ જિલ્લાના વિસાવદર ધારી બાયપાસમાં વરસાદી પાણી ભરાય ગયા હતા જેમાં ધારી તરફથી આવતી યાત્રિકોની ખાનગી બસ ધારી બાયપાસના અંડર બ્રિજના પાંચ ફૂટ સુધી ભરેલ પાણીમાં ફસાય હતી.ધીમે ધીમે બસમાં પાણી ભરતા યાત્રિકોના જીવ તાળવે ચોંટયા હતા અને મુસાફરોએ બુમરાણ મચાવતા વિસાવદરના પૂર્વ કોર્પોરેટ જસુ બસિયા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રેક્ટર બોલાવી ફસાયેલ મુસાફરોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા