જુનાગઢ : જેલમાં કેદીઓના બેરેક-અંગ ઝડતીમાં મળી પ્રતિબંધિત વસ્તુઓ, પછી જુઓ કેદીએ કેવું નાટક કર્યું !

જુનાગઢ જેલના સુપ્રીટેન્ડેન્ટ તરીકે ચાર્જ સંભાળતા જ નાસીરૂદ્દીન લોહારે જેલના નિયમોની કડક અમલવારી શરૂ કરાવી

New Update
જુનાગઢ : જેલમાં કેદીઓના બેરેક-અંગ ઝડતીમાં મળી પ્રતિબંધિત વસ્તુઓ, પછી જુઓ કેદીએ કેવું નાટક કર્યું !

જુનાગઢની જેલમાં નવા અધિક્ષકે જ ખુદ ઝડતી લેવડાવતા કાચા કામના એક કેદી પાસેથી પાન-માવા, સીગારેટ, બીડી અને મોબાઇલ જેવી વસ્તુઓ મળી આવી હતી. જોકે, આ બાદ કેદીએ અન્ય 2-3 કેદીઓને ઉશ્કેરી સાબુનું પાણી પી જઇ તબિયત બગડ્યાનું નાટક કર્યું હતું.

જુનાગઢ જેલના સુપ્રીટેન્ડેન્ટ તરીકે ચાર્જ સંભાળતા જ નાસીરૂદ્દીન લોહારે જેલના નિયમોની કડક અમલવારી શરૂ કરાવી છે. તેમણે કેદીઓના બેરેક અને અંગ ઝડતી તેમજ પ્રતિબંધિત વસ્તુઓ પકડવાનું શરૂ કરતાં જેલમાં કેદીઓના નાટકો પણ શરૂ થઇ ગયા છે. જેમાં સોહીલ ઉર્ફે રોજડો ઠેબા નામના કાચા કામના કેદી પાસેથી એક સાદો મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

તો અન્ય એક કેદી પાસેથી પાન મસાલાના 17 પેકેટ, સીગારેટના પેકેટ, બીડીની ઝૂડી મળી આવી હતી. આ વસ્તુઓ જેલની બહારથી દિવાલ ઠેકાડીને મંગાવતા જેલના કર્મચારીઓએ જોઇ જતાં તેની સાથે બોલાચાલી કરી હતી. બાદમાં અન્ય 2-3 કેદીઓને ઉશ્કેરણી કરી સાબુનું પાણી પી જઇ જેલના દવાખાને પહોંચ્યો હતો, જ્યાં જેલની સારવાર લેવી નથી કહી નાટક શરૂ કર્યું હતું. જોકે, આરોપી સોહીલને જેલના જ દવાખાનામાં સારવાર માટે રાખવામા આવ્યો છે, ત્યારે હાલ તો આ અંગે એ’ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.