-
જૂનાગઢ ન.પ.ના વોર્ડ 8માં કોંગ્રેસનો વિજય
-
વિજય સરઘસ પર વિરોધીઓનો પથ્થરમારો
-
પોલીસની હાજરીમાં હુમલો થયો હોવાનો આક્ષેપ
-
ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા
-
મહિલા પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા
જૂનાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 8ની બેઠક પરથી કોંગ્રેસનો વિજય થયો છે,અને કાર્યકરો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવતા વિરોધીઓના ટોળાએ પથ્થરમારો કરીને હુમલો કર્યો હતો.અને એક મહિલા પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત થઈ હતી.જેના કારણે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
જૂનાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 8ની બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારનો વિજય થયો હતો,જેના કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું,જોકે આ સરઘસ દરમિયાન વિરોધીઓના ટોળા દ્વારા પથ્થરમારો કરીને હિચકારો હુમલો કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું.અને પોલીસ તંત્ર પણ દોડતું થઇ ગયું હતું.આ હુમલામાં એક મહિલા પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
કોંગ્રેસના કાર્યકર્તા અરમાન શેખે જણાવ્યું હતું કે પોલીસની હાજરીમાં જ વિરોધીઓએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો,હાલ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.જ્યારે કોંગ્રેસના અશરફ થઇમ દ્વારા જણાવામાં આવ્યું હતું કે આ હુમલો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા.