જુનાગઢ : નવરાત્રિ પૂર્વે પોલીસ પરિવાર માટે યોજાય “રક્ષા નવરાત્રી”, પોલીસકર્મીઓ ગરબે ઘૂમ્યા...

નવરાત્રી દરમ્યાન પોલીસકર્મીઓ 24 કલાક પોતાની ફરજમાં રોકાયેલા હોય છે, ત્યારે જુનાગઢ ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ પરિવાર માટે રક્ષા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

આજથી નવરાત્રિ મહોત્સવનો થઈ રહ્યો છે પ્રારંભ

જુનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા સુંદર આયોજન

ફરજમાં રોકાયેલા પોલીસકર્મીઓ માટે આયોજન

પોલીસ પરિવાર માટે રક્ષા નવરાત્રી મહોત્સવ યોજાયો

મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો ગરબે ઘૂમ્યા

નવરાત્રી દરમ્યાન પોલીસકર્મીઓ 24 કલાક પોતાની ફરજમાં રોકાયેલા હોય છેત્યારે જુનાગઢ ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ પરિવાર માટે રક્ષા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજથી 9 દિવસ માટે દુનિયાના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છેત્યારે જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા એક દિવસ રક્ષા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના 9 દિવસ દરમ્યાન તમામ પોલીસકર્મી સહિતના પોલીસ અધિકારીઓ લોકોની સુરક્ષા અને સલામતી માટે પોતાની ફરજમાં રોકાયેલા હોય છેત્યારે એક દિવસ અગાઉ પોલીસ પરિવાર અને અધિકારીઓ ગરબે ઘૂમી શકે તે માટે રક્ષા નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવાર ગરબે ઘૂમી એકમેકને નવરાત્રિ પર્વનું શુભેચ્છાઓ પાઠવી હતી.

 

Latest Stories