જુનાગઢ: વિવિધ વિસ્તારોમાં માર્ગો બન્યા બિસ્માર, વાહનચાલકોને હાલાકી

નરસૈયાની નગરી જુનાગઢ જાણે કે ખાડાગઢ બની ગયું હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે..

New Update
જુનાગઢ: વિવિધ વિસ્તારોમાં માર્ગો બન્યા બિસ્માર, વાહનચાલકોને હાલાકી

નરસૈયાની નગરી જુનાગઢ જાણે કે ખાડાગઢ બની ગયું હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે.. શહેરના અનેક રાજમાર્ગો ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે

જુનાગઢનો અતિ મહત્વનો એવો ભવનાથ વિસ્તાર હોય કે પછી મોતીબાગથી લઈ મધુરમ સુધીનો માર્ગ હોય, શહેરના મોટા ભાગના વિસ્તારમાં મસ મોટા ખાડા જોવા મળી રહ્યા છે.જેને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.જે અંતર્ગત કરોડોના વિકાસની વાતો કરતું મનપા તંત્રની રીતી નીતિ ઉપર પણ અનેક સવાલો ઉદભવી રહ્યા છે.. ત્યારે આ મામલે જુનાગઢ મનપાના શાસકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ ચોમાસાની ઋતુ હોય જેને લઇ આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે.ઉપરાંત તાજેતરમાં જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડ્યો હતો.જેના કારણે હાલ શહેરના રાજમાર્ગો ઉપર ખાડાઓ જોવા મળી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે વહેલામાં વહેલી તકે હાલ પૂરતું રસ્તાઓનું સમારકામ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે..

ત્યારે કોંગ્રેસી કોર્પોરેટર લલિત પરસાણા દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે આપણે જોઈ શકીએ છીએ કે જુનાગઢ શહેરમાં અતિ ભારે વરસાદને કારણે ચારે તરફ રોડ રસ્તાની હાલત અતિદયનીય બની ગઈ છે ત્યારે તંત્ર દ્વારા ત્યાં હાલ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી તમામ મુખ્ય રસ્તાઓ સ્કૂલોની આજુબાજુમાં રસ્તાની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે