જુનાગઢમાં કરવામાં આવ્યુ આયોજન
સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે આયોજન કરાયુ
રન ફોર યુનિટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતી નિમિત્તે જુનાગઢ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતી નિમિત્તે જુનાગઢ મહાનગરપાલિકા અને પોલીસ પરિવારના સંયુક્ત ઉપક્રમે જુનાગઢ શહેરના બહાઉદ્દીન કોલેજ ખાતેથી મોતીબાગ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમ સુધી રન ફોર યુનિટીના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા,જુનાગઢ મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રન ફોર યુનિટીમાં ભાગ લઈ સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા