Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ: દામોદર કુંડ ખાતે સંત સંમેલન યોજાયું,ભવનાથના મેળામાં બિન હિન્દૂઓને પ્રવેશ ન આપવા ચર્ચા

દામોદર કુંડ ખાતે રવિવારે સાધુ સંતોનું સંમેલન મળ્યું હતું જેમાં મેળામાં બિન હિંદુઓને પ્રવેશ ન આપવા માંગ કરવામાં આવી હતી.

X

જૂનાગઢના દામોદર કુંડ ખાતે રવિવારે સાધુ સંતોનું સંમેલન મળ્યું હતું જેમાં મેળામાં બિન હિંદુઓને પ્રવેશ ન આપવા માંગ કરવામાં આવી હતી.

મહાશિવરાત્રીના મેળામાં બગી ન રાખવામાં આવે અને બિન હિંદુઓનો પ્રવેશ અટકે તે માટે કેટલાય દિવસથી કાર્યરત ભૂતનાથ મહાદેવ મંદિરના મહંતની અધ્યક્ષતામાં રવિવારે દામોદર કુંડ ખાતે વિશાળ સંમેલન યોજાયું હતું. સંમેલનને સંબોધિત કરતા મહેશગીરી બાપુએ કહ્યું હતું કે, અહીં કોઈ ધર્મનો વિરોધ નથી. અમારી લડાઈ પણ નથી. પરંતુ સનાતન વૈદિક હિન્દૂ ધર્મના સંરક્ષણની વાત છે અને તેમાં અમે કોઈ કચાશ છોડીશું નહીં. આ સંરક્ષણની માંગણી વર્ષો જૂની છે પણ જૂનાગઢ હંમેશા મોડું જાગ્યું છે. પણ હવે જાગી ગયું છે તો અમારા નિર્ણયને માન મળે તો જ ઝંપીશું.આ મેળો સનાતન વૈદિક હિન્દુઓનો છે. તેમાં બિન હિંદુઓનો પ્રવેશ માન્ય નથી. બગી,બેન્ડવાજા કે કોઈ બિન હિન્દુઓના સ્ટોલ રાખવામાં ન આવે તે અમારો નિર્ણય છે અને અમે તેમાં મક્કમ છીએ. મહેશગીરી બાપુએ સ્ટેજ ઉપરથી જ કહ્યું હતું કે, પહેલા જ કહું છું કે મેળામાં બગીઓ મોકલતા નહીં. મોકલશો તો પરત નહીં જાય. આ મેળામાં સ્થાનિક સંતોને જ પ્રાધાન્ય મળે અને નિર્ણયો પણ એના જ ચાલશે. આ લડત અહંકાર કે અસ્તિત્વની નથી વૈદિક સનાતન ધર્મના સંરક્ષણની છે અને એ અમારો ધર્મ છે.

Next Story