Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : શ્રી ગિરનાર “કમલમ” કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું...

જુનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

X

જુનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સહયોગ સાથે કાર્યકર્તા અને લોકોની અનુકૂળતા માટે ભારતીય જનતા પાર્ટી તેનું સંગઠન, લોકો સાથે તેમનું સંપર્ક સાહિત્ય કરી શકે તે માટે સંપૂર્ણ દેશમાં PM મોદીના સૂચનથી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં કમલમ કાર્યલય બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા દરેક જિલ્લામાં ભાજપના નવા કાર્યાલય નિર્માણ પામી રહ્યા છે, ત્યારે જુનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક અંદાજિત રૂ. 10 કરોડના ખર્ચે શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. અધ્યતન સુવિધાઓથી સજ્જ શ્રી ગિરનાર કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી રતનાકરજી, પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જુનાગઢ પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story