Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : સોની વેપારીને બંધક બનાવી રૂ. 81.70 લાખના મત્તાની લૂંટનો ભેદ ઉકેલાયો, 3 શખ્સો ઝડપાયા...

મેંદરડા તાલુકાના રાજેસર ગામ ખાતે સોની વેપારી બંધુઓને હથિયારના હાથે બંધક બનાવી રૂપિયા 81.70 લાખની લૂંટ ચલાવનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામ ખાતે સોની વેપારી બંધુઓને હથિયારના હાથે બંધક બનાવી રૂપિયા 81.70 લાખની લૂંટ ચલાવનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામ ખાતે ગત તારીખ 1 ફેબ્રુઆરીની રાત્રીએ જીતેન્દ્ર લોઢીયા અને તુલસીદાસ લોઢીયા નામના સોની વેપારી બંધુઓને ઘરે આરોપી દિપક જોગીયા અને 2 અજાણ્યા શખ્સોએ આવી બંદૂક જેવું હથિયાર અને ચપ્પુ બતાવી બન્ને ભાઈઓને બંધક બનાવી તિજોરીમાં રહેલ રૂ. 58 લાખની કિંમતના સોનાના 8 બિસ્કિટ તેમજ 14 લાખ 70 હજારની કિંમતની 21 કિલો ચાંદી અને 9 લાખ રોકડા રૂપિયાની લૂંટ ચલાવી જતા સોની વેપારીએ મેંદરડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે જુનાગઢ જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઉપલેટાના ગણોદ ગામની ભાદર નદી નજીકમાં છુપાયેલ મુખ્ય આરોપી દિપક જોગીયા, દિલીપ વાઘેલા અને વિમલ બારોટની તમામ મુદામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story