Connect Gujarat
ગુજરાત

જુનાગઢ:આવતીકાલથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ,ભજન-ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ

ભવનાથમાં યોજાતી ગિરનાર પરિક્રમામાં પરિક્રમાર્થીઓ ઉમટ્યા હતા ત્યારે મહાનગર પાલિકાના હોદ્દેદારોએ પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતુ.

X

જૂનાગઢના ભવનાથમાં યોજાતી ગિરનાર પરિક્રમામાં પરિક્રમાર્થીઓ ઉમટ્યા હતા ત્યારે મહાનગર પાલિકાના હોદ્દેદારોએ પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતુ.

ઐતિહાસિક શહેર ગણાતા જૂનાગઢના ભવનાથમાં વર્ષમાં બે મોટા પર્વોની ઉજવણી કરવામાં આવે છે જેમાં મહાશિવરાત્રી મેળો અને ગિરનારની લીલી પરિક્રમા જેમાં લાખોની સંખ્યામાં જનમેંદની ઉમટી ભજન ભોજન અને ભક્તિ સાથે પુણ્યનું ભાથું બાંધી ધન્યતા અનુભવે છે.આગામી 23 તારીખ અગિયારસથી ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થનાર છે.હાલ ભવનાથ તળેટી વિસ્તારમાં ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી રહ્યા છે તેમજ પરિક્રમા રૂટ પર નાના ધંધાર્થીઓ પોતાનો સમાન નિયત સ્થળે પહોંચાડી રહ્યા છે ત્યારે પરિક્રમા શરૂ થવા આડે હવે એક દિવસ બાકી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા, મેયર ગીતાબેન પરમાર તેમજ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા સહિતના અગ્રણીઓ, હોદેદારોએ પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી

Next Story