જુનાગઢ: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન

ગુજરાતમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢના આંગણે થઈ રહી છે. જૂનાગઢના પીટીસી ગ્રાઉન્ડમાં આયોજીત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

New Update
જુનાગઢ: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજવંદન

ગુજરાતમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢના આંગણે કરવામાં આવી હતી. જૂનાગઢના પીટીસી ગ્રાઉન્ડમાં આયોજીત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢના આંગણે થઈ રહી છે. જૂનાગઢના પીટીસી ગ્રાઉન્ડમાં આયોજીત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં કોસ્ટગાર્ડ, BSF,ચેતક કમાન્ડો ફોર્સ, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, એસઆરપી, ગુજરાત જેલ વિભાગ સહિત વિવિધ જિલ્લા પોલીસની 25 પ્લાટુન જોડાઈ હતી. જૂનાગઢ જિલ્લાની વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાસ-ગરબાની રમઝટ કરવામાં આવી હતી. ત્યારબાદ એસઆરપી પાઈપ બેન્ડ દ્વારા ડીસ્પેલ રજૂ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્યના વિવિધ મંત્રીઓ,અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories