Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : વગર ચોમાસે ડેમના પાણી ફરી વળતાં માળીયાહાટીના તાલુકાના ખેડૂતોને હાલાકી..!

માળીયાહાટીના તાલુકાના 2 ગામના ખેડૂતોની જમીનમાં વગર ચોમાસે ડેમના પાણી ફરી વળતાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

X

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના 2 ગામના ખેડૂતોની જમીનમાં વગર ચોમાસે ડેમના પાણી ફરી વળતાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં વ્રજમી ડેમમાં ચોમાસા દરમ્યાન પાણીની આવક વધે છે. જેથી 92 મીટર જેટલી સપાટી વધે તો નજીકના ગામોના 50 જેટલાં ખેડૂતોની જમીનો ડુબાણમાં જતી રહેતી હોવાથી ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે, આવી જમીનોનું હજુ સંપાદન પણ કર્યું નથી કે, ખેડૂતોને કોઈ વળતર નથી અપાયું, ત્યારે સંપાદન વગરની જમીનો ડુબાણમાં જવાથી ખેતીના પાકો નિષ્ફળ થતા ખેડૂતો આર્થિક રીતે ભાંગી પડ્યા છે. આ ડેમના ઉપરવાસમાં આવેલ જમીનોમાં જવા-આવવાના રસ્તે પાણી ભરાઈ જતા મહીનાઓ સુધી આ રસ્તાઓ ખુલતાં નથી, અને ખેડૂતોની જમીનો પણ બંજર બની જાય તેમ છે.

જોકે, આ મામલે વ્રજમી ડેમના ઇન્ચાર્જ સાથે ખેડૂતોએ બેઠક કરીને રજૂઆત પણ કરી હતી. પરંતુ આજદિન સુધી કોઈ નિરાકરણ ન આવ્યાનું ખેડૂતોએ જણાવી આવનારા સમયમાં અમારો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ સમસ્યા નિવારવા તંત્ર દ્વારા ડેમની સપાટી થોડી ઓછી ભરવા ખેડૂતોએ માંગ કરી છે, તેમજ રસ્તાઓ ઉંચા કરી આપવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે.

Next Story