Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : સક્કરબાગ ઝૂના ઇતિહાસની પ્રથમ ઘટના, સિંહની આંખના મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી બેસાડ્યો...

જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં સારવાર માટે લાવવામાં આવેલા સિંહની આંખનું મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

X

જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં સારવાર માટે લાવવામાં આવેલા સિંહની આંખનું મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ઓપરેશન બાદ સિંહની આંખમાં નેત્રમણી બેસાડી હોવાની આ ઘટના સક્કરબાગ ઝૂના ઇતિહાસમાં પ્રથમ વખત બની છે.

ગીરના જામવાળા જંગલ વિસ્તારના 5 વર્ષના એક સિંહને છેલ્લા કેટલાક સમયથી શિકાર કરવામાં તકલીફ પડતી હોવાનું ફિલ્ડ સ્ટાફે મોનીટરીંગ કર્યું હતું. બાદમાં આ સિંહને જામવાડા રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખવામાં આવ્યો હતો, અને ત્યાં જૂનાગઢ સક્કરબાગ ઝૂની વેટરનરી ટીમ તપાસ માટે પહોંચી હતી. સિંહને જોતા પ્રથમ દ્રષ્ટિએ ટીમને એવું લાગ્યું કે, આ સિંહની આંખમાં માત્ર 10% વિઝન છે, અને તેની સર્જરી કરવી પડશે. ત્યારબાદ સિંહને બન્ને આંખમાં મોતિયો હોવાનું પણ બહાર આવ્યું હતું. જે માટે સિંહની આંખની સારવાર માટે વેટરનરી ટીમે સર્ચ કરીને ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. સક્કરબાગ ઝૂના ડો. રિયાઝ કડીવાર સહિતની ટીમે લગભગ 1 કલાક સુધી આ સિંહની આંખનું ઓપરેશન કર્યું હતું. સિંહની આંખનું સફળ ઓપરેશન કરી તેની આંખમાં નેત્રમણી બેસાડી હોવાની આ ઘટના સક્કરબાગ ઝૂના ઇતિહાસમાં પ્રથમ વખત બની છે.

Next Story