Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર શખ્સ મોરબીથી ઝડપાયો…

X

લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જવાનો મામલો

યુવતીના પરિવારે કેશોદ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

મોરબીથી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાય

મળતી માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ગામમાંથી સગીરાને લગ્નની લાલચ આપી કોઈ અજાણ્યો શખ્સ ભગાડી ગયો હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી. જેમાં સગીરાના પિતાએ કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોરબી ખાતેથી સાગર ઉર્ફે ચોટી મુંધવાને ઝડપી પાડ્યો હતો. આ આરોપી મોરબીમાં લૂંટ તેમજ મારામારીના ગુનામાં સંડોવાયેલ હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, વધુ તપાસમાં આ આરોપી રીઢો ગુનેગાર હોવાનું બહાર આવતા હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story