/connect-gujarat/media/post_banners/1c6ea7a445473e186260f02f45d33d53db8d6978b351d6c06667f94ec7c5ef01.jpg)
જુનાગઢ નજીક રાજકોટ હાઇવે પર આવેલ સાબલપુર ચોકડી પાસેથી નકલી ધારાસભ્ય બની લોકોમાં રોફ જમાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ તાલુકા પોલીસે શંકાના દાયરાના આધારે કારમાં MLA લખેલી પ્લેટ જોઈ રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સ પાસેથી તાલુકા પોલીસે વીઝીટીંગ કાર્ડ પણ જપ્ત કર્યું હતું. જેમાં તે પુરુષોત્તમ સોલંકીનો અંગત મદદનીશ હોવાનું લખાણ હતું. રાજેશ જાદવ મૂળ સીમાસી ગામનો રહેવાસી છે, અને હાલ જૂનાગઢના વાડલા ફાટક નજીકના વિસ્તારમાં રહે છે. તેનો મૂળ વ્યવસાય ખેતી અને જમીનની લે-વેચ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, આ પૂર્વે પણ આ શખ્સ વિરુદ્ધ ગોંડલ અને ધોરાજી ખાતે સમૂહ લગ્ન દરમિયાન છેતરપિંડી કરી હોવાની પોલીસમાં અરજી દાખલ કરાય હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આ જ શખ્સે લીલી પરિક્રમા દરમિયાન પણ પુરુસોતમ સોલંકીના અંગત મદદનીશના વીઝીટીંગ કાર્ડ દ્વારા પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસ પુરુષોત્તમ સોલંકી પાસેથી આ મામલે ચોકસાઈ મેળવવાની ગતિવિધિ હાથ ધરી છે કે, શું ખરેખર તેમને જૂનાગઢ જિલ્લાના અંગત મદદનિશ તરીકે આ શખ્સની નિમણુંક કરી છે કે, નહીં.! જોકે, હાલ તો નકલી MLAનો આ કિસ્સો સોરઠમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.