Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ; એક ગાયે બે દંપતી સહિત 7 વાહનોને લીધા અડફેટે

જુનાગઢ શહેરના રાજમાર્ગો ઉપર રખડતા પશુઓને પકડવા માટે અનેક વિસ્તારોમાંથી મહાનગર પાલિકાને રજૂઆતો કરવામાં આવી છે

X

જુનાગઢ શહેરમાં લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી એક ગાયને કારણે અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, ત્યારે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે. જુનાગઢ શહેરના રાજમાર્ગો ઉપર રખડતા પશુઓને પકડવા માટે અનેક વિસ્તારોમાંથી મહાનગર પાલિકાને રજૂઆતો કરવામાં આવી છે છતાય તંત્ર દ્વારા કોઇ ચોક્કસ અને ઠોસ કામગીરી કરવામાં આવતી ન હોવાથી, આજે અનેક લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. અહીંના લક્ષ્મીનગર આલ્ફા સ્કૂલ પાસેના વિસ્તારમાં એક ગાય છેલ્લા કેટલાક દિવસોથી વાહનચાલકોને અડફેટે લઇને અકસ્માત સર્જી રહી છે. થોડા દિવસ પહેલા જ બે બાઇક ચાલકને અડફેટે લઈ ઈજાઓ પહોચાડી હતી. ત્યારે ફરી વખત આ ગાયે બે દંપતીને અને સાત જેટલા વાહનોને અડફેટે લઇને અકસ્માતો સર્જાતા એક દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે, સ્થાનિક લોકોમાં રોષ જોવા મળતા આખતે મહાનગર પાલિકાની ટીમ દ્વારા ગાયને પકડવા માટે મથામણ કારાવામાં આવી હતી. જોકે, વાહનચાલકોને નિશાન બનાવતા ગાયની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે.

Next Story