/connect-gujarat/media/post_banners/36c90eb4772bc518c74e0be500041af756fba97d5906c08301d708d7a4057a92.jpg)
કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ 2 દિવસ સાસણની મુલાકાતે આવ્યા હતા, જ્યાં લાયન પ્રોજેક્ટ અંતર્ગત તલસ્પર્શી માહિતી મેળવી કેન્દ્રિય મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તો બીજી તરફ ગીર જંગલ વિસ્તારમાં રહેતા માલધારી સમાજના લોકોએ પડતર પ્રશ્ને કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ લાયન પ્રોજેક્ટ અંતર્ગત આગામી દિવસોમાં કેવા પગલાં લઈ શકાય અને ગીર જંગલમાં સિંહોના સંવર્ધન કેવી રીતે કરવામાં આવે છે તે અંગે તલસ્પર્શી માહિતી મેળવવા કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ 2 દિવસ સાસણની મુલાકાતે આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગીરના જંગલમાં જઈને સિંહોના ટોળા જોઈ ખૂબ ખુશખુશાલ થયા હતા. સાથે જ આ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી તૈયારીઓ અંગે પણ અધિકારીઓ સાથે બેઠક યોજી માહિતી મેળવી હતી.
કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ 2 દિવસ સાસણની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ગીર જંગલ વિસ્તારમાં વસતા માલધારી સમાજના લોકોએ અન્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં પોતાના બાળકો માટે શિક્ષણ, આરોગ્ય માટે હોસ્પિટલ તેમજ તેમના માલઢોર માટે ઘાસચારા તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે, માલધારી સમાજે જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં રહેવા માટે જણાવ્યુ હતું, ત્યારે ત્યારે સરકાર માલધારી સમાજ માટે જમીન ફાળવણી કરે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. માલધારીઓના વિવિધ પડતર પ્રશ્નોનું આગામી દિવસોમાં નિરાકરણ લાવવામાં આવે માટે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.