જુનાગઢ : કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે કેશોદના બાલાગામ ઘેડ પંથકમાં પ્રિ-મોન્સુન કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું...

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ પંથકમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

New Update
  • કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ પંથકમાં યોજાયો કાર્યક્રમ

  • કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આયોજન

  • મનસુખ માંડવિયાના હસ્તે પ્રિ-મોન્સુન કામગીરીનું ખાતમુહૂર્ત

  • રૂ. 7 કરોડના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી કરાશે : કેન્દ્રિય મંત્રી

  • નદી વિસ્તારોમાં અવરોધો હટાવવા પ્રિ-મોન્સુન કામગીરી કરાશે

Advertisment
2/38

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ પંથકમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ઘેડ પંથકમાં વહીવટી તંત્ર દ્વારા રૂ. 7 કરોડના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવનાર છેત્યારે આ કામગીરીનું ખાતમુહૂર્ત કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ઓઝતઉબેણ સહિત અનેક નદીઓ સાંકળી બનતાં ઠેર ઠેર ચોમાસાના પાણી ભરાતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. તેવામાં નદી વિસ્તારોમાં અનેક અવરોધ હટાવવા માટે પ્રિ-મોન્સુન કામગીરીની શરૂઆત કરવામાં આવશે.

આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતું કેઘેડ પંથકની તમામ નદીઓને ઉંડી અને પહોળી કરવા હવે પછી રૂ. 1400 કરોડના ખર્ચે 3 ફેઝમાં કામગીરી હાથ ધરાશે. લોકોની સુખાકારી માટે સરકાર હમેશા કટિબદ્ધ છેત્યારે પ્રિ-મોન્સુન કામગીરીથી અનેક લોકોને લાભ થશે તેવું પણ કેન્દ્રિય મંત્રીએ ઉમેર્યું હયું. આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાકેશોદના ધારાસભ્ય દેવા માલમ સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

વલસાડમાં થયેલા વરસાદ બાદ હવામાન વિભાગે આગામી છ દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી

વલસાડ જિલ્લામાં નવા વર્ષના દિવસોમાં જ મિની વાવાઝોડા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોર બાદ પારડી અને હાલાર સહિતના વિસ્તારોમાં

New Update
rain varsad

વલસાડ જિલ્લામાં નવા વર્ષના દિવસોમાં જ મિની વાવાઝોડા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોર બાદ પારડી અને હાલાર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેને લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થયા છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી છ દિવસ માટે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવા, અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના છૂટાછવાયા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને આવતીકાલે તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશોમાં વરસાદ વરસી શકે છે.

Advertisment

વલસાડ જિલ્લામાં નવા વર્ષની શરૂઆત અસામાન્ય હવામાન સાથે થઈ છે. પારડી અને હાલાર વિસ્તારમાં તો વરસાદ એટલો તીવ્ર હતો કે તેને મિની વાવાઝોડા જેવો અનુભવ થયો હતો.

વલસાડમાં થયેલા વરસાદ બાદ હવામાન વિભાગે આગામી છ દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે,  આ વરસાદી માહોલ સર્જાવા પાછળ મુખ્યત્વે ત્રણ હવામાન પરિબળો જવાબદાર છે:

  1. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવી.
  2. અપરએર સર્ક્યુલેશન (Upper Air Circulation).
  3. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance).

આ ત્રણેય પરિબળોના સંયુક્ત પ્રભાવને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અને આવતીકાલે (તારીખનો ઉલ્લેખ નથી) ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે તાપી, ડાંગ, નવસારી અને વલસાડ માં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, સંઘ પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલી માં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જે રાજ્યમાં શિયાળાની શરૂઆત પહેલાં અસામાન્ય વરસાદી માહોલનો સંકેત આપે છે.