Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : મધદરિયે મતદાન જાગૃતિ અભિયાન, ફિશીંગ બોટમાં બેસી દરિયા વચ્ચે લોકોએ લીધા અચૂક મતદાનના “શપથ”

માંગરોળ દરિયામાં બોટ મારફતે સમુદ્ર વચ્ચે જઈ વિદ્યાર્થીઓ દ્વારા લોકોને મતદાન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી

X

તંત્ર દ્વારા યોજાયું અનોખુ મતદાન જાગૃતિ અભિયાન

લોકશાહીનો પર્વ ઉજવવા મધદરિયે મતદાન જાગૃતિ

મધદરિયામાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન

ફિશીંગ બોટમાં બેસી દરિયા વચ્ચે લોકોએ લીધા શપથ

કલેક્ટર સહિતના પદાધિકારીઓ રહ્યા વિશેષ ઉપસ્થિત

સમગ્ર રાજ્યમાં હાલ સરકાર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીનો પર્વ ઉજવવા મધદરિયે મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું. જુનાગઢ જિલ્લાના માંગરોળ પોર્ટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીનો પર્વ ઉજવવા માટે મધદરિયે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં માંગરોળ દરિયામાં બોટ મારફતે સમુદ્ર વચ્ચે જઈ વિદ્યાર્થીઓ દ્વારા લોકોને મતદાન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જુનાગઢ જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચુંટણી અધિકારી અનિલ રાણાવસિયાએ ફિશીંગ બોટ બાજમાં લોકશાહી મજબૂત બનાવવા લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. તો બીજી તરફ, મતદારોએ પણ અવશ્ય મતદાન કરવા અંગેના શપથ લીધા હતા. આ પ્રસંગે ડીડીઓ, ટીડીઓ, મેંદરડા અને માંગરોળના મામલતદાર, ખારવા સમાજના પ્રમુખ પરષોતમભાઈ, ફિશીંગ બોટ એસોસિએશનના પ્રમુખ વેલજીભાઈ સહિત માછીમાર સમાજના 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story