જુનાગઢ : સાંતલપુરના એક પરિવારની સામૂહિક આત્મહત્યા, માતા-પિતા અને પુત્રનું મોત, દીકરી સારવાર હેઠળ...

જુનગાઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા 3 લોકોના મોત નિપજ્યા છે.

New Update
જુનાગઢ : સાંતલપુરના એક પરિવારની સામૂહિક આત્મહત્યા, માતા-પિતા અને પુત્રનું મોત, દીકરી સારવાર હેઠળ...

જુનગાઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક દીકરીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ બનાવનું કારણ અકબંધ રહેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામે સામુહિક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના 4 સભ્યો એવા માતા-પિતા તથા દીકરા-દીકરીએ પોતાની વાડીએ જઈ ઝેરી દવા પી લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પિતા વિકાસ દુધાત્રા, માતા હીના દુધાત્રા અને પુત્ર મનન દુધાત્રાનું મોત નીપજ્યું હતું, જ્યારે પુત્રી હેપી દુધાત્રાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Latest Stories