Connect Gujarat
ગુજરાત

ભાજપના પ્રદેશ કાર્યાલય "કમલમ" ખાતે ધ્વજવંદન, સી.આર.પાટીલ રહયાં ઉપસ્થિત

દેશના સ્વાતંત્ર પર્વની કરવામાં આવી ઉજવણી, કમલમ ખાતે ધ્વજવંદન સમારંભ યોજવામાં આવ્યો.

X

ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે ધ્વજવંદન સમારંભ યોજાયો હતો. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ધ્વજવંદન બાદ દેશની આઝાદીમાં યોગદાન આપનારા નામી- અનામી શહીદોની શહાદતને યાદ કરી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમ ખાતે દેશના 75મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાય હતી. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં તેમણે જણાવ્યું હતું કે સ્વતંત્રતાનું 75મું વર્ષએ દેશના નાગરીકો માટે અમૃત મહોત્સવનું વર્ષ છે. અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરાવવા માટે અનેક નામી અને અનામી શહીદોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધાં છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,આજે આપણે સૌ સ્વતંત્ર વાતાવરણમાં જે ધ્વજવંદન કરી શકીએ છીએ તે સ્વતંત્રતા આપણને સહજતાથી નહી પણ ખુબજ મોટા સંઘર્ષ પછી મળી છે. શહીદોએ બલીદાન આપ્યાં છે ત્યારે સ્વતંત્ર ભારતના વિકાસની તેમની કલ્પનાને સાકાર કરવાની આપણી સૌની સામુહીક જવાબદારી છે.

Next Story