Connect Gujarat
ગુજરાત

કચ્છ : ભુજ નગરપાલિકાએ સગીરાને મેરેજ સર્ટી આપી દેતા વિવાદ, ભારે હોબાળો થતા આ લેવાયો નિર્ણય

કચ્છ : ભુજ નગરપાલિકાએ સગીરાને મેરેજ સર્ટી આપી દેતા વિવાદ, ભારે હોબાળો થતા આ લેવાયો નિર્ણય
X

કચ્છની ભુજ નગરપાલિકામાં લગ્ન-નોંધણી રજીસ્ટ્રાર શાખા દ્વારા 18 વર્ષથી નીચેની યુવતીનું મેરેજ સર્ટી બનાવી દેવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવતા હોબાળો મચી જવા પામ્યો છે

કચ્છની ભુજ નગરપાલિકામાં લગ્ન-નોંધણી રજીસ્ટ્રાર શાખા દ્વારા 18 વર્ષથી નીચેની યુવતીનું મેરેજ સર્ટી બનાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જે મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બને છે.આ અંગેની જાહેરાત ખુદ પ્રેમ લગ્ન કરનાર સગીરાના પિતાએ કરી હતી. આ બાબતે સગીરાના પિતાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે દીકરીએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવા હેતુ પાલિકાની લગ્ન નોંધણી શાખામાં મેરેજ સર્ટી તૈયાર કરાવી લીધું હતું. પરંતુ તેની જાણ મુખ્ય અધિકારી સમક્ષ કરતા અંતે લગ્ન-નોંધણી રજીસ્ટ્રાર શાખા દ્વારા આ મેરેજ સર્ટી રદ કરી દેવામાં આવ્યું હતું.આ અંગે ભુજ નગરપાલિકાનાં પ્રમુખે જણાવ્યું હતું કે ક્લેરિકલ ભૂલના કારણે સર્ટીફીકેટ જનરેટ થઈ ગયું હતું જેમાં વર્ષ ફેરફાર થતા તેની ઉંમરની કાઇટેરિયામાં મિસમેચ થતા, તે બાબત ધ્યાન આવતા સર્ટી રદ કરી દેવામાં આવી છે.ગેરરીતિથી બનાવેલા મેરેજ સર્ટીમાં સાથ આપનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી સગીરાના પિતાએ માગ કરી હતી.

Next Story