કરછ: માંડવીની શિરવા પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષકની અનિયમિતતા,વાલીઓમાં રોષ

ગુજરાત | સમાચાર, કરછના માંડવી તાલુકાના શિરવા પ્રાથમિક શાળાના મહિલા શિક્ષકની અનિયમિતતાના મુદે વાલીઓમાં રોષ ફેલાયો છે ત્યારે સત્વરે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે

New Update
કરછના માંડવીમાં આવેલી છે શિરવા પ્રાથમિક શાળા
પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષકની અનિયમિતતા
વાલીઓ દ્વારા તંત્રને કરાય વારંવાર રજુઆત
નોટીસ મળ્યા બાદ પણ શિક્ષિકા અનિયમિત
પગલા ભરવાની વાલીઓની માંગ
કરછના માંડવી તાલુકાના શિરવા પ્રાથમિક શાળાના મહિલા શિક્ષકની અનિયમિતતાના મુદે વાલીઓમાં રોષ ફેલાયો છે ત્યારે સત્વરે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે

છેલ્લા 30 વર્ષથી કરછના માંડવી તાલુકાની શિરવા પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષક ફરજ બજાવે છે. જેઓ ધોરણ 1થી 5 ના વિધાર્થીઓને અભ્યાસ કરાવે છે.આ મહિલા શિક્ષક લાંબા સમયથી અનિયમિત તેમજ ગેરહાજર હોય છે.અવારનવાર તાલુકા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્રના જવાબદારોને રજુઆત પણ કરાઈ છે જેમાં નોટિસ અપાઈ હતી.ત્યારબાદ ફરી એજ સ્થિતિ નિર્માણ થઇ છે.શિક્ષક અનિયમિત રહેતા મોટા ભાગના વિદ્યાર્થીઓ આજે સ્કૂલ છોડીને માંડવી ચાલ્યા ગયા છે તેવું ખુદ આચાર્ય કબૂલ કરે છે.વાલીઓ દ્વારા આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.લાંબા સમયથી ચાલતી સમસ્યાનો કાયમી નિરાકરણ આવે તે જરૂરી બની રહે છે.ઉલ્લેખનીય છે કે નોટિસ પાઠવવા છતાં શિક્ષકને કોઈ જ ફરક પડ્યો નથી.આટલી હદ સુધી જો શિક્ષકને ફરક ન પડતો હોય તો તંત્ર કેમ કડક થતું નથી તે એક સવાલ છે
Read the Next Article

ભરૂચ : જંબુસર એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીના માર્ગનું વરસાદના કારણે રોકાયેલું કામ ફરી શરૂ કરાયું

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીના RCC માર્ગનું વરસાદના કારણે રોકવામાં આવેલું કામ આજથી ફરી શરૂ કરવામાં આવ્યું છે.

New Update
  • માર્ગ બન્યો રાજકારણીઓ માટે આક્ષેપબાજીનો અખાડો

  • જંબુસરમાં વરસાદના કારણે રોડનું કામ રખાયું હતું બંધ

  • વરસાદ વચ્ચે રોડના કામનો વિડીયો થયો હતો વાયરલ

  • ભાજપ અને કોંગ્રેસ પક્ષએ કર્યા હતા સામસામે આક્ષેપ

  • વરસાદના કારણે રોકાયેલું માર્ગનું કામ ફરી શરૂ કરાયું

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીનાRCC માર્ગનું વરસાદના કારણે રોકવામાં આવેલું કામ આજથી ફરી શરૂ કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીનાRCC માર્ગના કામ દરમિયાન વરસાદ પડતા કામ રોકી દેવામાં આવ્યું હતું. જોકેવરસાદ વચ્ચે પણ કરવામાં આવેલી માર્ગની કામગીરીનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા જંબુસર નગરપાલિકાના ઈજનેરને સુરતRCM દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ મુદ્દે જંબુસર-આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી મુખ્યમંત્રી સમક્ષ સતત રજૂઆત કરતા હતા. જેમાં ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા પછી કામ ફરી શરૂ કરવાની મંજૂરી મળી હતી. અથાગ પ્રયાસ બાદ માર્ગનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે.

તો બીજી તરફકોંગ્રેસ પક્ષએ પણ રોડનું કામ તાત્કાલિક શરૂ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ જંબુસર નગરપાલિકા અને ચૂંટાયેલા સભ્યોની ઝડપી કાર્યવાહીથી કોંગ્રેસના આંદોલન પહેલા જ કામગીરી શરૂ થતા રાજકીય ગરમાવો શમ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેજંબુસર નગરની પ્રજા ઘણા સમયથી વિકાસ કાર્યને વેગ મળે તેવી રાહ જોઈ રહી હતી. પરંતુરાજકીય પક્ષ વચ્ચેની આક્ષેપબાજીમાં વર્ષો જૂની માંગણી સંતોષાય હોવાનું નગરજનો વ્યક્ત કરી રહ્યા છે.