સાબરકાંઠા : સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે કાર્તિકી પુનમનો મેળો ભરાયો, પિત્રુઓના મોક્ષ માટે નદી કાંઠે તર્પણ વિધિ યોજાય...

સાબરકાંઠા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે કાર્તિકી પુનમ નિમિત્તે ભવ્ય મેળો યોજાયો હતો. આ સાથે જ પિત્રુઓના મોક્ષ માટે તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મંદિરનો અનેરો મહિમા

  • કાર્તિકી પુનમ નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન કરાયું

  • પિત્રુઓના મોક્ષ માટે તર્પણ વિધિનું પણ આયોજન

  • દૂરથી આવેલા તમામ શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી

  • હજારો સહેલાણીઓએ ભવ્ય મેળાની ખૂબ મજા માણી 

સાબરકાંઠા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે કાર્તિકી પુનમ નિમિત્તે ભવ્ય મેળો યોજાયો હતો. આ સાથે જ પિત્રુઓના મોક્ષ માટે તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિન્દુ સંસ્કૃતિ મુજબ પિત્રુઓના મોક્ષ અને તર્પણ કાર્ય માટે કારતક માસને શ્રેષ્ઠ માનવમાં આવે છેત્યારે સાબરકાંઠા જીલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી કિનારે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર ખાતે કાર્તિકી મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ સપ્તેશ્વર દાદાના દર્શન કર્યા હતા. તો મેળામાં સ્નેહિજનોએ સાબરમતી નદી કિનારે તર્પણ વિધી કરી અસ્થિઓનું વિસર્જન કરી સ્નાન કર્યું હતું.

સાત ઋષિઓની તપોભૂમિ ગણાતા સપ્તેશ્વર મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓએ ખૂબ ધન્યતા અનુભવી હતી. હજારો સહેલાણીઓએ કુદરતી વાતાવરણમાં ભવ્ય મેળાની પણ મજા માણી હતી.

Latest Stories