ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 2 વર્ષ બાદ ફરી 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે બીજી વખત તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટરને સર કરવા હવે સજ્જ બન્યો છે.
મધ્યપ્રદેશમાં આગામી ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી છે. હાલ ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં 1.26 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.પ્રવર્તમાન ચોમાસાની મૌસમમાં રાજ્યની જીવાદોરી નર્મદા ડેમે પ્રથમ વખત તેની 137.76 મીટરની સપાટીને સર કરી છે. હવે ડેમ તેંની સર્વોચ્ચ સપાટી 138.68 મીટરને સ્પર્શવાથી માત્ર 92 મીટર દૂર છે.વીતેલા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 24 સેમીનો વધારો નોંધાયો છે. ડેમના છેલ્લા એક મહિનાથી ખુલ્લા 30 પૈકી 5 દરવાજા પેકી નર્મદા નદીમાં નીચાણવાસમાં માત્ર 5000 ક્યુસેક જ પાણી ઠલવાઇ છે.જ્યારે રીવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચલાવી વીજ ઉત્પાદન થકી નદીમાં 42,943 ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યું છે. હવે ડેમ ફરીથી બે વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરે જન્મદિવસે ફરી છલોછલ ભરાઈ તેવી ઘડીઓ ગણાય રહી છે.