Connect Gujarat
ગુજરાત

ખેડા : સંતરામ મંદિરમાં ઉછાળવામાં આવ્યા બોર, જુઓ લોકોએ કેમ કરી બોર લેવા પડાપડી

નડિયાદના સંતરામ મંદિર વિષે તમે સાંભળ્યુ હશે પણ આજે તમને જણાવીશું મંદિર સાથે જોડાયેલી અનોખી પરંપરા વિશે .

X

નડિયાદના સંતરામ મંદિર વિષે તમે સાંભળ્યુ હશે પણ આજે તમને જણાવીશું મંદિર સાથે જોડાયેલી અનોખી પરંપરા વિશે ..

"જે ન કરે પોષી, તેની મરે ડોશી" એ ચરોતરમાં લોકજીભે રમતી કહેવત છે, ત્યારે ગુજરાતભરના શ્રદ્ધાળુઓ પોષી પૂનમના દિવસે નડિયાદ સ્થિત શ્રી સંતરામ મંદિરે પોતાની મનોકામના પૂરી કરવા આવી પહોચ્યા હતા. સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મંદિર અને આસપાસના પરિસરમાં પૂનમની ઉજવણીનો ભારે માહોલ જામ્યો હતો.

સંતરામ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓએ આજના પાવન અવસરે બોર ઉછાળી વર્ષો જૂની પરંપરાને યથાવત રાખી હતી. તો બીજી તરફ બોરનું ભરપૂર વેચાણ થતાં વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. એક જ દિવસમાં લગભગ 10 હજાર કિલો બોર ઉછાળવામાં આવ્યા હતાં. જે બાળકો તોતડાપણું ધરાવતા હોય તેવા વાલીઓ મંદિરમાં આવી બોલ ઉછાળવાની બાધા રાખતા હોય છે. મંદિરમાં ઉછાળવામાં આવેલા બોર બાળકો અને મોટેરાઓ ઉપાડીને ખાય છે.

Next Story