Connect Gujarat
ગુજરાત

ખેડા : ઠાસરાના જોરાપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો...

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના જોરાપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ખેડા : ઠાસરાના જોરાપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો...
X

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના જોરાપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે જોરાપુરા ગ્રામ લોકોને વિવિધ સરકારી યોજનાઓની જાણકારી આપી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા.

સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજે ઠાસરા તાલુકાના જોરાપુરા ગામે પહોંચી હતી. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારની યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્યમાન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, એન.આર.એલ.એમ. યોજનાના લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, જનધન યોજના, આયુષ્યમાન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આઈ.સી.ડી.એસ. શાખા, આરોગ્ય કેમ્પના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ધરતી કરે પુકાર નાટક રજૂ કરવામાં આવ્યું હતું, તથા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ભારતને 2047સુધી વિકસિત અને આત્મનિર્ભર બનાવવા ગ્રામજનોએ શપથ લીધી હતી. આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીએ પોતાને મળેલ લાભની વાત કરી હતી, અને અન્ય લોકોને પણ સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.

Next Story