ખેડા : કઠલાલ-કપડવંજ રોડ પર કાર-ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત, 4 લોકોના ઘટના સ્થળે જ મોત...

ખેડા જિલ્લાના કઠલાલ-કપડવંજ રોડ પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા.

New Update

Advertisment

મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે કઠલાલ-કપડવંજ રોડ પર પોરડા પાટિયા નજીક ઓવરટેક કરવા જતાં કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. અકસ્માતમાં એક વ્યાક્તિને નાની મોટી ઇજા પહોચતા સારવાર અર્થે કઠલાલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ કઠલાલ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ચારેય વ્યાક્તિઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે હાલ તો ચારેય મૃતકો સુરેન્દ્રનગર જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.

Advertisment
Latest Stories