/connect-gujarat/media/post_banners/a50ead1080f7a7a119168eb26b671580c09997ef3de9abc80ce6018c23a16611.jpg)
લોકસભા 2024ની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ પોતાનો પ્રચાર બુલેટ ગતિએ તેજ કર્યો છે. તેવામાં ખેડા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ નડિયાદ વિધાનસભા મત વિસ્તારમાં વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલી દરમ્યાન નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત ભાજપના કાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા. આ બાઈક રેલી નડિયાદ વિધાનસભા ચુંટણી મધ્યસ્થ કાર્યાલય વિકેવિ રોડ નડિયાદ મુકામેથી પ્રસ્થાન થઈ નક્કી કરેલા રૂટ પર અંદાજીત 6-7 કીમી ફરી પારસ સર્કલ ખાતે સમાપ્ત થઈ હતી.
આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ ખેડા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જંગી બહુમતી સાથે જિતાડવા નગરજનોને અપીલ કરી હતી.