Connect Gujarat
ગુજરાત

ખેડા : મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહુધા ખાતે યુવા મતદારોને EVM-VVPATની કામગીરીથી અવગત કરાયા...

શિક્ષણાધિકારી શિલ્પા પટેલના માર્ગદર્શન હેઠળ મહુધા ખાતે મતદાર જાગૃતિના ભાગરૂપે મતદારોને EVM, VVPATની કામગીરીની માહિતી આપવામાં આવી હતી.

ખેડા : મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહુધા ખાતે યુવા મતદારોને EVM-VVPATની કામગીરીથી અવગત કરાયા...
X

વિશ્વ યુવા દિવસના ઉપક્રમે ખેડા જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પા પટેલના માર્ગદર્શન હેઠળ મહુધા ખાતે મતદાર જાગૃતિના ભાગરૂપે મતદારોને EVM, VVPATની કામગીરીની માહિતી આપવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ વર્ષે નવા નોંધાયેલા યુવા મતદારોમાં યુવક અને યુવતીઓને વિશેષ માહિતી આપવામાં આવી રહી છે,

ત્યારે મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટસ કોલેજ મહુધા અને શ્રીમતી સ્વયંપ્રભાબહેન શાહ હાઇસ્કૂલ, સરકારી આઈ.ટી આઈ, મામલતદાર કચેરી મહુધાના સયુંકત ઉપક્રમે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મતદારોએ મત કેવી રીતે આપવો, મશીનની કામગીરી, મોકપોલ, પરિણામની સુંદર માહિતી નાયબ મામલતદાર મતદાર બળવંત એમ રાઠોડ, ચુંટણી કલાર્ક હાર્દિકભાઈ, બીએલઓ મુકેશભાઈ, EVM નિષ્ણાત નીરજભાઈ, કોલેજના આચાર્ય ડૉ. કમલેશ દવે, હાઇસ્કૂલના આચાર્ય સંજય પંચાલ તથા સમગ્ર સ્ટાફ હાજર રહી કામગીરી નિહાળી લોકશાહીના અવસરની પૂર્વ તેયારી નિહાળી હતી.

Next Story