Connect Gujarat
ગુજરાત

ખેડા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુર્હુત કરાયા...

ખેડા જિલ્લાના વિકાસ કામોને વેગ આપતાં ડાકોર ફ્લાય ઓવર સહિત વિવિધ વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

X

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખેડા જિલ્લાના વિકાસ કામોને વેગ આપતાં ડાકોર ફ્લાય ઓવર સહિત વિવિધ વિકાસ કાર્યો તેમજ નડિયાદ નગરપાલિકા ઉપરાંત જિલ્લાના અન્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

ખેડા જિલ્લાના વિકાસ કામોને વેગ આપતાં ડાકોર ફ્લાય ઓવર સહિત વિવિધ વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા અંદાજિત રૂ. 130.09 કરોડના ખર્ચે નિર્માણ પામેલ કામોનું કુલ 17 વિકાસના કામોનું લોકાર્પણ તથા રૂ. 222.89 કરોડના ખર્ચે નિર્માણ પામનાર કુલ 16 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે. જે પૈકી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અનુક્રમે રૂ.156 કરોડ, રૂ. 17 કરોડ અને રૂ 11 કરોડની રકમના કુલ ત્રણ કામનું, કપડવંજ નગરપાલિકાના રૂ. 5.98 કરોડ અને રૂ. 2.60 કરોડની રકમના બે કામનું, શિક્ષણ વિભાગના રૂ. 50 લાખની રકમના બે કામોનું, ઠાસરા પાલિકાના રૂ. 3.32 કરોડની રકમના એક કામનુ, તથા નડિયાદ નગર પાલિકાના અનુક્રમે રૂ. 5.38 કરોડ, રૂ. 4.55 કરોડ, રૂ.3.57 કરોડ, રૂ. 3.46 કરોડ, રૂ.3.13 કરોડ, રૂ. 2.96 કરોડ, રૂ. 2.39 કરોડ અને રૂ. 1.05 કરોડના કુલ આઠ કામોનું એમ કુલ રૂ. 222.89 કરોડની રકમના કુલ 16 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કુલ રૂ. 73.28 કરોડની રકમના એક કામ, શ્રમ અને રોજગાર વિભાગના કુલ રૂ. 36.9 કરોડની રકમના એક કામ, નડિયાદ પાલિકાના કુલ રૂ. 9 કરોડની રકમના એક કામ સહિતના કામોનો સમાવેશ થાય છે

Next Story