Connect Gujarat
ગુજરાત

ખેડા : માતર GIDCમાંથી ડુપ્લિકેટ ENO બનાવટી ફેક્ટરી ઝડપાઇ, નકલી ENOના 22 હજાર પેકેટ ઝડપાયા....

ખેડા જિલ્લો ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોનું હબ બનતુ હોય તેવી રીતે એક પછી એક નકલી ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે

ખેડા : માતર GIDCમાંથી ડુપ્લિકેટ ENO બનાવટી ફેક્ટરી ઝડપાઇ, નકલી ENOના 22 હજાર પેકેટ ઝડપાયા....
X

ખેડા જિલ્લો ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોનું હબ બનતુ હોય તેવી રીતે એક પછી એક નકલી ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે, ખેડામાં પહેલા પણ હળદર, ધીની ડુબ્લીકેટ ફેક્ટરીઓ પકડાઈ ચુકી છે. ત્યારે હવે ખેડાના માતર GIDCમાંથી ડુપ્લિકેટ ENO બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. ENO જેવા જ પાવડરનો ઉપયોગ કરી ઓરીજનલ જેવા જ પાઉચ બનાવતા હતા. મહત્વનું છે કે, પોલીસમાં કોપીરાઈટની ફરિયાદ નોંધાઈ છે. 2,22,000ની કિંમતના ડુપ્લીકેટ ENOના પાઉચ પોલીસે જપ્ત કર્યા છે. પોલીસે અમદાવાદ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટના બાદ ખેડા ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગ ફરી એકવાર ઉંઘતુ ઝડપાયુ છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખાદ્ય સામગ્રીનું નવુ હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ડુપ્લીકેટ ઘીના કેસને એક માસ વીત્યો છતા કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ફૂડ વિભાગ દ્વારા કડક પગલા ન ભરવામાં આવતા અને છુપા આશીર્વાદથી આવા તત્વો બેફામ થઈ ચુક્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર સામે લોકોએ કડક કાર્યવાહીની માંગ કરી છે.

Next Story