Connect Gujarat
ગુજરાત

ખેડા:GIDCમાં ઝેરી કેમિકલ પાઉડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ડુપ્લિકેટ તાડી બનાવાતી હોવાનો ઘટસ્ફોટ

બિલોદરા ગામેથી ઉજાગર થયેલા નશાકારક સિરપકાંડ હજી સમેટાયો નથી. ત્યા હવે નશાકારક કેમીકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.

X

નડિયાદના બિલોદરા ગામેથી ઉજાગર થયેલા નશાકારક સિરપકાંડ હજી સમેટાયો નથી. ત્યા હવે નશાકારક કેમીકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. નડિયાદ સ્થિત GIDCમાં આ ગેરકાયદે ધમધમતા વેપલાનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે

નડિયાદના બિલોદરા ગામેથી ઉજાગર થયેલા નશાકારક સિરપકાંડ હજી સમેટાયો નથી. ત્યા હવે નશાકારક કેમીકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. નડિયાદ સ્થિત GIDCમાં ચાલતા આ ગેરકાયદે ધમધમતા વેપલાનો પર્દાફાશ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે કર્યો છે. આ યુનિટમાં ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવાતો હોવાનું બહાર આવ્યું છે અને તેના રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બીલો બનાવી આ કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ નશા કરવા માટે ડુપ્લીકેટ તાડી બનાવવા માટે થતો હોવાનું બહાર આવ્યું છે. આથી પોલીસે આ યુનિટના સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ બાદ નડિયાદ નશાકારક પદાર્થોનું ઉત્પાદન માટે જાણે ગુજરાતભરમાં જાણીતું બન્યું હોય તેમ લાગી રહ્યું છે. પોલીસે ફેક્ટરીમાંથી લેપટોપ, પ્રિન્ટર તથા પ્રવાહી અને પાવડર મળી કુલ રૂપિયા 19 લાખ 68 હજાર 500 તેમજ એક મોટરસાયકલ સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. પોલીસની તપાસમાં આ યુનિટમાં ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવતો હોવાનું બહાર આવ્યું છે અને તેના રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બીલો બનાવી આ કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ નશા કરવા માટે ડુપ્લીકેટ તાળી બનાવવા માટે ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે.

Next Story