ખેડા જિલ્લાના વસો પંથકના પલાણા ગામે ગત મોડી રાત્રે બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી. બનાવના પગલે નડિયાદ ફાયરબ્રિગેડના કર્મચારીઓ સત્વરે આવી આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ખેડાના વસો તાલુકાના પલાણા ગામે આવેલ રત્નરાજ ટ્રેડિંગ કંપનીના બારદાનના ગોડાઉનમાં ગત મંગળવારની રાત્રે ભીષણ આગ ફાટી નિકલાઈ હતી. જોતજોતામાં જ બારદાનના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ વધુ પ્રસરે નહી અને મોટીજાનહાની અટકે તે હેતુથી બનાવની જાણ નડિયાદ ફાયર કન્ટ્રોલને કરવામાં આવતાં જિલ્લા ફાયર વડા સ્ટાફકર્મીઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં 3થી વધુ ફાયર બ્રાઉઝરો દ્વારા કલાકો સુધી પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવાયો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ બારદાનના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું. સાથે જ આગની ઘટનામાં કોઈપણ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.