Connect Gujarat
ગુજરાત

ખેડા : છેલ્લા 2 વર્ષથી ડાકોર-વણોતીને જોડતા પુલનું કામ અધ્ધરતાલ, ભયના ઓથાર હેઠળ માર્ગ પસાર કરવા લોકો મજબૂર

ઠાસરા તાલુકાના ડાકોર ડોન બોસ્કો સ્કૂલથી વણોતી ગામને જોડતો પુલ છેલ્લા 2 વર્ષથી અધ્ધરતાલ રહેતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

X

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર ડોન બોસ્કો સ્કૂલથી વણોતી ગામને જોડતો પુલ છેલ્લા 2 વર્ષથી અધ્ધરતાલ રહેતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર ડોન બોસ્કો સ્કૂલથી વણોતી ગામને જોડતા પુલનું કામ છેલ્લા 2 વર્ષથી અધ્ધરતાલ રહ્યું છે. છેલ્લા 10 મહિનાથી આ પુલનું કામ સદંતર બંધ કરી દેવામાં આવતા અહી પસાર થતાં વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પ્રતિદિન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિકો માટે આ પુલ માથાના દુઃખાવા સમાન સાબિત થઈ રહ્યો છે.

જોકે, લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ પુલનું કામ બંધ કરી દેવામાં આવતા સરકારના નાણાનો ક્યાંકને ક્યાંક વ્યય થઈ રહ્યો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. અહીંથી પસાર થતાં 500 થી પણ વધુ વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ પુલ પસાર કરવા મજબૂર બન્યા છે. સંબંધિત તંત્રને વારંવારની રજૂઆત છતાં આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. ગ્રામજનોની અઘિકારીઓ અને એન્જિનિયરોને મૌખિક અને ટેલીફોનિક રજૂઆત છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે, ત્યારે બંધ કરી દેવામાં આવેલ પુલનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Next Story