ખેડા : 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની વોટરપોલો ટીમ પ્રથમ વખત લેશે ભાગ, નડિયાદનું સ્પોર્ટ્સ સંકુલ બન્યું ટ્રેનિંગ સેન્ટર

આગમી ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન રાજકોટ ખાતે થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતની વોટરપોલો ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં ભાગ લેશે.

ખેડા : 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની વોટરપોલો ટીમ પ્રથમ વખત લેશે ભાગ, નડિયાદનું સ્પોર્ટ્સ સંકુલ બન્યું ટ્રેનિંગ સેન્ટર
New Update

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલમાં રાજ્યભરના વોટરપોલો ખેલાડીઓ તાલીમ લઈ રહ્યા છે, ત્યારે આગામી 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની વોટરપોલો ટીમ પ્રથમ વખત ભાગ લઈ રાજ્યનું ગૌરવ વધારશે.

આગમી ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન રાજકોટ ખાતે થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતની વોટરપોલો ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં ભાગ લેશે. નડિયાદ નગરપાલિકા સ્પોર્ટ્સ સંકુલના સ્વિમિંગ પૂલ ૫૨ ચાલી રહેલા કેમ્પમાં ૨૧ ખેલાડીને ભારતીય વોટરપોલો ટીમના પૂર્વ ખેલાડી કોચ મયંક પટેલ, અલ્પેશ પટેલ, સ્નેહલ શાહ સહિતના સઘન તાલીમ આપી રહ્યા છે. ૨૫x૫૦ મીટરનું આ સ્વિમિંગ પૂલ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટેની ક્ષમતા ધરાવે છે. નડિયાદ નગરપાલિકા સ્પોર્ટ્સ સંકુલના સ્વિમિંગ પૂલની વિશેષતા જણાવતા કોચ મયંક પટેલ કહે છે કે, ફિલ્ટર પ્લાન્ટ, મસાજ સેન્ટર, હેલ્થ અને ન્યુટ્રીશન ગાઈડન્સની સુવિધાઓથી સજ્જ આ સંકુલ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા કટિબદ્ધ છે. વોટરપોલો રમત ફુટબોલની જેમ રમાતી હોય છે, પરંતુ તફાવત એટલો છે કે. આ રમત પાણીમાં રમાય છે. વોટરપોલોમાં બોલથી પ્લેયર ગોલ કરે છે. રમતમાં એક ટીમમાં કુલ ૧૩ ખેલાડીઓ હોય છે, જેમાંથી ૭ ખેલાડી રમત રમે છે, જ્યારે અન્ય ખેલાડી અવેજ રહે છે. રમતમાં આઠ-આઠ મિનિટના ચાર રાઉન્ડ રમાડવામાં આવે છે અને જે ટીમ વધારે ગોલ કરે ટીમ વિજેતા બને છે. ઉલ્લેખનીય છે કે, ઘર આંગણે યોજાઇ રહેલી આગામી નેશનલ ગેમ્સમાં વોટરપોલોમાં શાનદાર પ્રદર્શન કરવા ખેલાડીઓએ પણ સઘન પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે. આગામી તા. 25ના રોજ ગુજરાતના ૧૩ ખેલાડીની વોટરપોલો ટીમ જાહેર કરવામાં આવશે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Kheda #participate #36th National Games #Nadiad Sports Complex #water polo team #training center
Here are a few more articles:
Read the Next Article